નવી દિલ્હી: દિલ્હી બાદ કોરોના (Corona Virus) નું ભયંકર સ્વરૂપ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. રવિવારે કોરોના મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કર્યું. સીએમ ઠાકરેએ કહ્યું કે દુનિયાભરમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. આ કોરોનાની લહેર નથી પણ સુનામી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આ બાજુ ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિવેદન પણ ચિંતા ઉપજાવનારું છે. તેમણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગે તેવા સંકેત આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો...આ જિલ્લાઓમાં કોરોનાના કારણે નાઈટ કરફ્યૂ


સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ છે, પરંતુ જે લોકો 8 મહિનાથી આ કામમાં લાગ્યા છે, તેમના ઉપર પણ દબાણ ઓછું કરવું જોઈએ. રસી હજુ આપણા હાથમાં નથી આવી. મહારાષ્ટ્રમાં 12 કરોડ લોકો છે. રસીના બે ડોઝ એટલે 24 ડોઝની જરૂર પડે. તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ નથી. હાલ તેનું સમાધાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું છે. તેમણે કહ્યું કે હજુ પણ અનેક લોકો માસ્ક પહેરતા નથી, જે ચિંતાનો વિષય છે. 


સ્વદેશી રસીથી આશા વધી, જાણો ફટાફટ કેવી રીતે તમારા સુધી પહોંચશે Corona Vaccine?


લોકડાઉન પર નિર્ણય
સીએમ ઉદ્ધવ ઠાકરેના સંબોધન પહેલા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે દિવાળી દરમિયાન બજારોમાં ભીડથી કોરોના સંક્રમણ વધ્યું છે. તેમણે કહ્યું કે આગામી 8 થી 10 દિવસોમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યાર બાદ લોકડાઉન અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube